
પરિસંવાદનો હેતુ અને કેન્દ્રવર્તી વિચાર
પરિસંવાદનો હેતુ અને કેન્દ્રવર્તી વિચાર
ગુજરાતી સાહિત્યની શતાબ્દીઓ પુરાણી યાત્રામાં સ્વામિનારાયણીય સંતસાહિત્યનું મહત્ત્વ આગવું બની રહ્નાં છે. સાહિત્ય-સંગીત-કલાના પરિપોષક ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના સંતશિષ્યોને પ્રેરણા આપીને વૈવિધ્યસભર સત્ત્વશીલ સાહિત્ય રચાવ્યું હતું. સ્વામી મુક્તાનંદજી, સ્વામી બ્રહ્માનંદજી, સ્વામી પ્રેમાનંદજી, સ્વામી નિષ્કુળાનંદજી, સ્વામી નિત્યાનંદજી વગેરે પ્રખર વિદ્વાન-કવિ-સર્જકો દ્વારા રચાયેલું વિપુલ ગદ્ય અને પદ્ય સાહિત્ય ગુજરાતી સાહિત્યનું ઘરેણું બની રહ્નાં છે. આ સ્વામિનારાયણીય સંતોની સાહિત્યસેવાઓની નોંધ લેતાં જાણીતા સાહિત્યકાર પ્રો. અનંતરાય રાવળ કહે છે કે, ‘ગુજરાતની સંસ્કાર-સેવા કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયે સાહિત્યની સારી સેવા બજાવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રગણ્ય સાધુઓની સાહિત્યસેવા ઓછી કે બિન મહત્ત્વની નથી.’ તો પ્રસિદ્ધ ઇતિહાસવિદ્ શ્રી કે. કે. દત્ત ‘A Comprehensive History of India’ માં નોંધે છે કે, ‘સહજાનંદજીના સાધુઓએ સંગીન ગુજરાતી સાહિત્ય આપ્યું છે.’
ભગવાન શ્રી સ્વામિનારાયણના મહાન સંતોના એ વિપુલ સાહિત્ય વારસાને સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે એવો ને એવો જ જીવંત રાખ્યો છે. પ્રમુખસ્વામી મહારાજે સાહિત્ય સર્જનના ક્ષેત્રે આધ્યાત્મિક અને સમાજ-જાગૃતિના અનેક વિષયોમાં પ્રેરક અને આકર્ષક હારમાળાબદ્ધ સાહિત્ય રચાવીને ભારતીય સંસ્કૃતિની મહાન સેવા કરી છે. બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંતો પાસે વિપુલ ગદ્ય-પદ્ય સાહિત્ય રચાવીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ભગવાન શ્રી સ્વામિનારાયણની સાહિત્ય સર્જનની પરંપરાને નવપલ્લવિત રાખી છે.
એટલે જ, તેએની જન્મશતાબ્દી પર્વે, તેઓને ઉચિત ભાવાંજલિ અર્પવા સ્વામિનારાયણ સંપ્રદાયના વિપુલ સંત-સાહિત્યને કેન્દ્રમાં રાખીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સાહિત્ય સંગોષ્ઠિ-પરિસંવાદનું આયોજન કર્યુ છે.
અભ્યાસલેખ અંગે
અભ્યાસલેખના પ્રકાશન અંગે
પરિસંવાદ પરામર્શક
શ્રી રઘુવીર ચૌધરી, વરિષ્ઠ સાહિત્યકાર, કવિ અને વિવેચક, અમદાવાદ.
શ્રી ભાગ્યેશ જ્હા, અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર.
શ્રી ચંદ્રકાન્ત શેઠ, વરિષ્ઠ સાહિત્યકાર, નિબંધકાર, વિવેચક અને અનુવાદક, અમદાવાદ.
પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, પ્રસિદ્ધ લેખક, વિવેચક, સંપાદક, અનુવાદક અમદાવાદ.
શ્રી બળવંત જાની, ચાન્સેલર, ડો. હરિસિંહ ગૌર વિશ્વવિદ્યાલય, સાગર, મધ્યપ્રદેશ.
શ્રી હિમાંશુ પંડ્યા, વાઈસચાન્સેલર, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
શ્રી વિજય શ્રીવાસ્તવ, વાઇસ ચાન્સેલર, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અોફ બરોડા, વડોદરા.
શ્રી માધવ રામાનુજ, પ્રસિદ્ધ કવિ અને લેખક, અમદાવાદ.
સુશ્રી ઈલા આરબ મહેતા, પ્રસિદ્ધ નવલકથાકાર અને વાર્તાકાર, મુંબઈ
સુશ્રી રક્ષા શુક્લ, પ્રસિદ્ધ કવયિત્રી અને લેખિકા, ભાવનગર.
વિશેષ માહિતી માટે સંપર્ક
ડો. જયેન્દ્રસિંહ જાદવ (મોબાઈલ નંબર : ૯૮૯૮૭ ૨૧૨૪૫)
ડૉ. જયેશ માંડણકા (મોબાઈલ નંબર : ૯૯૯૮૯ ૯૯૫૪૫)
ડૉ. આનંદ આચાર્ય (મોબાઈલ નંબર : ૯૯૯૮૯ ૯૯૩૩૧)
On the occasion of His Holiness Pramukh Swami Maharaj’s centennial celebration, Indira Gandhi National Centre for the Arts, and BAPS Swaminarayan Research Institute, New Delhi have organized an International Conference on ‘Swaminarayaniya Sant Sahitya: Parisamvad.’
We are delighted to invite you to take part in hearing renowned scholars present their thoughts and perspectives in the conference.
Please click on the below link for all necessary information:
Dr. Murlidhar Sharma(Kulpati of Kendriya Sanskrit University, Tirupati)
Dr. Bipinbhai Joshi(Former Principal, Babdeshwar Sanskrit Mahavidyalaya, Porbandar)
Shri Ravindra Pandaji(Former Head of Sanskrit, Pali and Prakrut Languages Department, M.S. University, Vadodara)
Dr. Niranjan Patel(Head of Postgraduate Studies, Sardar Patel University, Vidyanagar)